About Rajveersinh Zala

શ્રી રાજવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં ગીર-સોમનાથની ભાજપ પ્રાંસલી જિલ્લા પંચાયતમાં ૧૪ ગામોને આવરી લેવામાં આવ્યા હતા જ્યાં તેઓ તેમના મતવિસ્તાર, ગીર-સોમનાથ(ગુજરાત) માંથી રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા; હાલ તે ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. પેઢીઓથી લોકોની સેવા માટે સમર્પિત પરિવારમાંથી આવતા, સરકારી સેવા અને સામાજિક કાર્યો તરફ તેમનો ઝુકાવ વારસામાં મળેલ છે.

પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ રાજવીરસિંહના દાદા સ્વ. વજેસિંહ ખીમાભાઇ ઝાલા ઘંટીયા પ્રાચીમાં પ્રથમ ગ્રામ પંચાયત પ્રમુખ (સરપંચ) હતા. તેમણે ૪૫ વર્ષ સરપંચ તરીકે સેવા આપી હતી અને તેઓ આ વિસ્તારમાં સ્થાનિક રાજનીતિ અને લોકસેવાને લીધે ખૂબ જ લોકપ્રિય હતા. તેમના પગલે ચાલતા રાજવીરસિંહ પણ જિલ્લાના વિશ્વાસુ યુવા ચહેરો છે. તેમના પિતા એક શાળા શિક્ષક હતા જ્યાંથી તેમણે પ્રારંભિક જ્ઞાન મેળવ્યું હતું અને તેમના પરિવારજનો હાલ પણ સરકારમાં સેવા આપે છે.

ગીર-સોમનાથના લોકો માટેના તેમના સરાહનીય પ્રયાસોથી તેઓ આ વિસ્તારની જનતા માટે સતત પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. રાજવીરસિંહને વિજ્ઞાનમાં ઊંડો રસ છે તેથી જ તેઓ ભૌતિકશાસ્ત્રમાં વિશેષતા સાથે વિજ્ઞાનમાં M.Sc. પૂર્ણ કરેલ છે. વધુમાં, તેમણે શિક્ષણમાં અનુ સ્નાતક B.Ed. ની ડિગ્રી પણ મેળવી. એક સારી લાયકાત ધરાવતા યુવા નેતા તરીકે તે ગામડાના લોકો અને તેના ઉભરતા યુવાનોની જરૂરિયાતોને યોગ્ય રીતે સંબોધવા માટેના જ્ઞાન અને એક્સપોઝરથી સારી રીતે સજ્જ છે. તેઓ બીજેપી પાર્ટી (BJP) ની વિચારધારાઓ અને પહેલ પર સખત વિશ્વાસ રાખે છે.

રાજવીરસિંહ ગ્રામીણ લોકોમાં પાર્ટીની પહેલને વધુ મજબૂત બનાવવા માટે રૂટ-લેવલનું કામ કરે છે. તે તેઓના વિસ્તારના વિકાસ તેમજ પાર્ટીની વિચારધારા ના સમર્થનમાં મોખરે હોઈ છે અને તેથી જ તે હવે લોકો ના નાના કે મોટા કોઈપણ મુદ્દા ના નિરાકરણ માટે આગળ રહેનાર વ્યક્તિ છે. એક યુવાન નેતા હોવાને કારણે, તે યુવાનોને રાજકારણનો ભાગ બનવા અને લોકોના ભલા અને કલ્યાણ માટે ફેરફારો કરવા પ્રોત્સાહિત કરે છે.

about-img

જન ભાગીદારીનો નમ્ર પ્રયાસ.

શ્રી રાજવીરસિંહ ઝાલા ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક મુદ્દા ના નિરાકરણ માટે સતત પાયાના સ્તરે કામ કરતા રહે છે.

રમશે ગુજરાત...જીતશે ગુજરાત...અંતર્ગત

7 માર્ચ 2024

ખેલ મહાકુંભ 2.0 સૌરાષ્ટ્ર ઝોન કક્ષા અં. 17, ઓપન વયજૂથ, 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર રસ્સાખેંચ (ભાઈઓ/બહેનો) સ્પર્ધા.

gallary-img
gallary-img
શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજજતા સેમિનાર

2 માર્ચ 2024

જૂનાગઢ જિલ્લા શહેર/ગ્રામ્ય, ગીર સોમનાથ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.

gallary-img
રેલવે સ્ટેશનનો નો પુનઃ વિકાસ અને રોડ ઓવરબ્રિજ/ અંડરપાસ નો શિલાન્યાસ

26 ફેબ્રુઆરી 2024

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો

મોન્સૂન કામગીરી

11 જુલાઈ 2022

ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે ગામડાઓના સરપંચો ને સાથે રાખી જરૂરી કામગીરીનું અવલોકન કર્યું.

gallary-img
વંદે ગુજરાત વિકાસ યાત્રા

05 જુલાઈ 2022

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થયો, જે અંતર્ગત સુશાસન ના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી.

gallary-img
gallary-img
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ - 2022

23 જૂન 2022

સુત્રાપાડા તાલુકાના પ્રાસલી, ગાંગેથા રંગપુર અને ભૂવાવડા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

gallary-img
પ્રિ-મોન્સૂન કામગીરી

01 જૂન 2022

સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે રાખી વરસાદી પાણીના નિકાલ માટે પુલ અને કેનાલ ના સર્વે નું કામ હાથ ધર્યું.

Rajveersinh Zala Footprints

શ્રી રાજવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં ગીર-સોમનાથની ભાજપ પ્રાંસલી જિલ્લા પંચાયતમાં ૧૪ ગામો ઘંટિયા-પ્રાંચી, ખાંભા, ટોબરા, વાસાવડ, ખેરા, ભૂવાટીંબી, ગાંગેથા, ભુવાવાડા, પ્રાંસલી, ટીંબડી, આલિંદ્રા, રંગપૂર, પીપળવા, મોહબતપરા ને આવરી લેવામાં આવ્યા હતા જ્યાં તેઓ તેમના મતવિસ્તારમાં રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા.

about-img

Video Gallery

Media Coverage

Words of Encouragement

Rajveersinh Zala is the most dynamic and active youth poitician of recent times in my constituency. He is working hard, day and night to make his constituency a better place to live in. Best think that Rajveersinh is being active in social media. It helps him to be active and be in regular touch with fellow citizen.

RAJESH CHUDASAMA

Member of Parliament from Junagadh-Gir Somnath

  • dignitaries
  • dignitaries
  • dignitaries
  • dignitaries

Letters To The Government

Write to RZ

Get in Touch

Vice President Of District Panchayat - Gir Somnath

"Gatistavam", Saraswati Park, Village: Ghantiya-Prachi, At.Veraval-Kodinar Highway, Ta.Sutrapada, Dist.Gir Somnath, Gujarat-362002.